મોરબી વરિયા બોર્ડિંગ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો

- text


મોરબી : IAS, IPS, GPSC અને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કેવી રીતે તૈયારી કરવી ? તે અંગે મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા DDO જે.એસ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

ગઈકાલે મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે મોરબી જિલ્લાના DDO જે.એસ.પ્રજાપતિની અધ્યક્ષતામાં એક શૈક્ષણિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.12ની પરીક્ષા જેને આપેલ છે અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે તેવા વરિયા પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં કલેકટર, પોલીસ અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ બનવા માટે જરૂરી IAS, IPS, GPSC અને UPSCની સ્પર્ધાત્મક પરીક્ષાઓની કેવી રીતે તૈયારી કરવી અને આવી પરીક્ષાઓ કઈ રીતે પાસ કરી શકાય તે માટેનું અગત્યનું માર્ગદર્શન DDO જે.એસ. પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર સેમિનારના આયોજન માટે બ્રિજેશ બરાસરા અને ભાવેશભાઈ વામજા અને જયેશભાઈ બારેજીયા સહિતના કાર્યકરોએ ભારે જેહમત ઉઠાવી હતી.

- text