ટાચા સાધનો છતાં અગ્નિશમન સેવામાં મોરબી ફાયર ટીમ રાજ્યમાં અવલ્લ

- text


મોરબી નગરપાલિકાના ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા જાહેર

મોરબી : ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવા ગાંધીનગર દ્વારા નેશનલ ફાયર સર્વિસ વીક 2024 અંતર્ગત ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કાર્યરત ફાયર સ્ટેશનથી બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટેના નોમિનેશન મંગાવવામાં આવેલ જેમાં મોરબી નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ બેસ્ટ ફાયર સ્ટેશન વર્ષ 2023-24 માટે વિજેતા ઘોષિત થયાં હતા.

રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ માટે નોમિનેશન મંગાવવામાં આવ્યા હતા જેમાં મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને શ્રેષ્ઠ સેવા બદલ વિજેતા જાહેર કરી ગઈકાલે રાજ્યના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવના હસ્તે સર્ટિફિકેટ અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ હતું. સરકાર દ્વારા મોરબી ફાયર જવાનોને પ્રોત્સાહિત કરવા બદલ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ, મોરબી ગર્વની લાગણી અનુભવતું હોવાનું ફાયર વિભાગના વડાએ જણાવ્યું હતું.

- text

- text