19 એપ્રિલનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 19 એપ્રિલ, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ ચૈત્ર, પક્ષ વદ, તિથિ અગિયારસ, વાર શુક્ર છે. આજે કામદા એકાદશી છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1975- સોવિયત સંઘની મદદથી ભારતે તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં મોકલ્યો. ભારતે પ્રથમ ઉપગ્રહ ‘આર્યભટ્ટ’ અંતરિક્ષમાં મોકલ્યો
ભારતનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ રશિયાના કાપુસ્તિન યાર નામનાં રશિયન અવકાશ મથકેથી ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરવામાં આવ્યો.
1977 – સેટેલાઇટ કોમ્યુનિકેશનની શરૂઆત થઇ.
1999 – BBC દ્વારા આંતરરાષ્ટ્રીય સમાચાર મેગેઝિન શરૂ કરવાની યોજના

2001 – BSFએ મેઘાલયના એક ગામમાંથી બાંગ્લાદેશી સેનાને ભગાડી દીધી.
2003 – ચીનની મહિલા વેઈટલિફ્ટર બેંગ મિંગ ચિયાને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
2005 – જર્મનીના કાર્ડિનલ જોસેફ રેન્સિંગર રોમન કેથોલિક ચર્ચના નવા પોપ તરીકે ચૂંટાયા.
2006 – પ્રથમ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગને તેમના દ્વારા લાવવામાં આવેલ ચંદ્રનો ટુકડો ભેટમાં આપવામાં આવ્યો.
2007 – ધ વિઝાર્ડ ઓફ આઈડી સિરિઝના કાર્ટૂનિસ્ટ બ્રાન્ડ પાર્કરનું અવસાન થયું.
2010 – ગ્લોબલ વોર્મિંગના સબૂત મળ્યા બાદ નેપાળના પર્વતારોહણની એક ટીમ એવરેસ્ટના 8 હજાર મીટરથી ઉપરના ડેથ ઝોનની સફાઇ કરી.

- text

પ્રખ્યાત વ્યક્તિઓના જન્મદિવસ

1630 – છત્રપતિ શિવાજી મહારાજ – મરાઠા સામ્રાજ્યના સ્થાપક અને એક મહાન રાજા હતા.
1864 – મહાત્મા હંસરાજ – પંજાબના પ્રખ્યાત આર્ય સામાજિક નેતા, સમાજ સુધારક અને શિક્ષણશાસ્ત્રી.
1945 – સુરેખા સીકરી – ભારતીય અભિનેત્રી અને ટેલિવિઝન કલાકાર.
1950 – એચ.એસ. બ્રહ્મા – ભારતના ભૂતપૂર્વ 19મા મુખ્ય ચૂંટણી કમિશનર.
1957 – મુકેશ અંબાણી ભારતીય ઉધોગપતિ.
1968 – અરશદ વારસી – હિન્દી ફિલ્મ કલાકાર.
1977 – અંજુ બોબી જ્યોર્જ – ભારતની પ્રખ્યાત એથ્લેટિક્સ ખેલાડી.

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1728 – કીરત સિંહ જુ દેવ – ઘોષચંદ્ર વંશના રાજા હતા.
1882 – ચાર્લ્સ ડાર્વિન – એક મહાન પ્રકૃતિવાદી વૈજ્ઞાનિક હતા.
1910 – અનંત લક્ષ્મણ કાન્હેરે – દેશની આઝાદી માટે શહીદ થયેલા યુવા ક્રાંતિકારી. સાવરકરને કારાવાસ મોકલનાર ન્યાયાધીશ જેક્સનની હત્યાના આરોપસર ફાંસી. (જ. ૧૮૯૨)
1933 – સૈયદ હસન ઇમામ – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ.
1943 – સી. વિજય રાઘવ ચારિયાર – પ્રખ્યાત રાષ્ટ્રીય નેતા હતા.
1955 – જીમ કોર્બેટ, અંગ્રેજી મૂળ ધરાવતા ભારતીય શિકારી, ટ્રેકર, પર્યાવરણ સંરક્ષણવિદ્ અને જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનના સંસ્થાપક. (જ. ૧૮૭૫)
2021 – સુમિત્રા ભાવે – એક પ્રખ્યાત મરાઠી ફિલ્મ નિર્માતા હતા.

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text