મિસ યુ મમ્મી-પપ્પા લખી યુવાને કેનાલમાં લગાવી મોતની છલાંગ

- text


હળવદના કડીયાણા નજીકનો બનાવ : ચાર બહેનોના એકના એક ભાઈના મોતથી પરિવારમાં ભારે શોક

હળવદ : હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતા અને માટેલ નજીક સિરામિકના કારખાનામાં નોકરી કરતો યુવાન કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે મોડી સાંજે હળવદના કડીયાણા પાસેથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં કેનાલ કાંઠે બાઈક મોબાઈલ અને મિસ યુ મમ્મી-પપ્પા લખેલી ચીઠી મૂકી કેનાલમાં ઝંપલાવતા આજે વહેલી સવારે યુવાનો મૃતદેહ મળી આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ટીકર રણ ગામે રહેતા રોહિતભાઈ કરશનભાઈ સીતાપરા ઉંમર વર્ષ 29 નામનો યુવાન માટેલ નજીક આવેલ સીરામીકના કારખાનામાં નોકરી કરતો હતો ગઈકાલે માટેલથી ટીકર આવા માટે નીકળ્યા બાદ કડીયાણા નજીકથી પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ કાંઠે બાઈક મોબાઈલ અને મિસ યુ મમ્મી પપ્પા લખેલી ચીઠી મૂકી કેનાલમાં ઝંપલાવ્યું હતું.

- text

જોકે આ બનાવની જાણ આજુબાજુના લોકોને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા ત્યાં સુધીમાં નર્મદા કેનાલના પાણીમાં યુવાન ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાઓ દ્વારા ભારે શોધખોળ બાદ આજે વહેલી સવારે આ યુવાનનો મૃતદેહ કેનાલમાંથી મળી આવ્યો હતો.

વધુમાં જાણવા મળતી વિગતો મુજબ રોહિતે કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી જોકે આ યુવાન પરિવારમાં ચાર બહેનોનો એકના એક ભાઈ હોય પરિવારજનોમાં પણ કાળો કલ્પાન્ત છવાયો છે.

- text