હળવદના રાયધ્રા ગામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

- text


આચાર્ય પિયુષભાઈ પંડ્યાના વ્યાસાશને તા.17 સુધી ચાલશે કથા : તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે

હળવદ : હળવદના રાયધ્રા ગામે શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનો આજથી પ્રારંભ થયો છે. આચાર્ય પિયુષભાઈ પંડ્યાના વ્યાસાશને તા.17 સુધી આ કથા ચાલવાની છે. જેમાં તમામ પ્રસંગો ધામધૂમથી ઉજવાશે.

- text

હળવદ તાલુકાના રાયધ્રા ગામે રાયધ્રા ગામ સમસ્ત તથા ગોપી મંડળ દ્વારા તા.9થી 17 સુધી શ્રી રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામા આવ્યું છે. કથા શ્રવણ સમય સવારે 9થી 12 અને બપોરે 3 થી 6 સુધીનો છે. આજે પ્રથમ દિવસે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. હવે તા.10એ સતી ચરિત્ર, તા.11એ શિવ વિવાહ, તા.12એ શ્રી રામ જન્મોત્સવ, તા.13એ શ્રી રામ વિવાહ, તા.14એ શ્રી રામ વનવાસ, તા.15એ ભરત મિલાપ, તા.16એ હનુમાન ચરિત્ર, તા.17એ રામેશ્વર સ્થાપના અને શ્રી રામ રાજ્યાભિષેકના પ્રસંગો ઉજવાશે. કથા દરમિયાન રાત્રીના ધૂન, ભજન અને સંતવાણી સહિતના કાર્યક્રમો પણ યોજાશે.

- text