વાંકાનેરના દલડી ગામે રોંગ સાઈડમાં આવતા ટ્રક ટ્રેઇલર હડફેટે બાઈક ચાલક પ્રૌઢ ઘાયલ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામે રહેતા ભુપતસિંહ લાલુભા ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલર રજી. જીજે-૧૨-બીવાય-૯૦૩૫ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે,ક ગઈકાલે બપોરના સાડા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાનું સ્પ્લેન્ડર પ્લસ બાઈક લઈને જતા હતા ત્યારે દલડી ગામના પાટીયા પાસે રેલ્વે સ્ટેશન સામે રોડ ઉપર રોંગ સાઈડમાં પોતાનું ટ્રક ટ્રેઇલર ચલાવી ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા પગના ભાગે ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી.અકસ્માત બાદ ટ્રક ટ્રેઇલર ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી નાસી ગયો હતો.

- text