હળવદના સુસવાવની સીમમાં વાડીએ તસ્કરો ત્રાટકયા, મકાનમાં ચોરી

- text


હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ નામની સીમમાં વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં જાણભેદુ તસ્કરે ખુલ્લા રસોડામાંથી ઘરના મુખ્ય દરવાજાની ચાવી લઇ તિજોરી તથા કબાટના લોક તોડી સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહીત ૧.૩૫ લાખની ચોરી કરતા હળવદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના સુસવાવ ગામની મોલાખુ સીમમા આવેલ વાડીના મકાનમાં રહેતા સુરેશભાઈ કરશનભાઈ ડાભીએ અજાણ્યા તસ્કર વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે ગત તા.22માર્ચના સવારના નવ વાગ્યાથી સાંજના પાચેક વાગ્યા દરમ્યાન વાડીએ આવેલ ઘરના મુખ્ય દરવાજાના તાળાની ચાવી ખુલ્લા રસોડામા અભેરાય પર પડેલ ડબલામાંથી મેળવી લઇ તે ચાવીથી તાળુ ખોલી રૂમમાં પ્રવેશ કર્યો હતો. અને રૂમમાં રાખેલ તીજોરીનો લોક તોડી તથા નીચે પડેલ ટંકનુ નાનુ તાળુ મારેલ તે નકુચો તોડી તેમા મુકેલ ચાંદીના દાગીના આશરે ૬૦૦ગ્રામ આશરે કિ.રૂ.૨૦,૦૦૦/-, સોનાના દાગીના જુદા-જુદા વજન ના આશરે ૬ તોલા કિ.રૂ.૯૦,૦૦૦ તથા રોકડા રૂપીયા ૨૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૩૫,૦૦૦ ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી ચોરી થયાની અલગ અલગ દિશામાં તપાસની તજવીજ શરૂ કરી છે. જો કે આ ઘટનામાં કોઈ જાણ ભેદુની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

- text