મોરબીમાં લાંચ કેસમાં ઝડપાયેલ પાલિકાના કર્મચારીનો જામીન ઉપર છુટકારો 

- text


મોરબી : મોરબી નગરપાલિકામાં લગ્ન નોંધણી વિભાગમાં લગ્નનું પ્રમાણ કાઢી આપવા માટે લાંચ કેસમા એસીબીએ ઝડપી પાડેલ આરોપીની કોર્ટે જામીન અરજી મંજુર કરતા તેનો જામીન ઉપર છુટકારો થયો છે.

મોરબી નગર પાલિકા કચેરીમાં લગ્ન નોંધણી વિભાગમાં જુનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખી વિરૂધ્ધ લગ્ન નોંધણી પ્રમાણપત્ર મેળવવા માટે લાંચ માંગવાના ગુના સબબ તા.૮-૧૧-૨૦૨૩ ના રોજ, મોરબી એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ કલમ ૭ (એ), ૧૩(૨) મુજબનો ગુનો નોંધાયો હતો.

- text

આરોપી પક્ષના વકીલ ચિરાગ ડી. કારીઆ દ્વારા જામીન મેળવવા મોરબીના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતા, વકીલ ચિરાગ કારીઆ અને તેમની ટીમની ધારદાર દલીલો અને રજુ કરેલા હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓને ગ્રાહ્ય રાખી આક્ષેપિત મહેન્દ્રભાઈ મોહનલાલ ખાખીને જામીન મુકત કરવાનો હુકમ થયેલ છે. જામીન અરજીના કામે આરોપીના વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ, રવી કે. કારીઆ, અતુલ સી. ડાભી, મનીષ કે. ભોજાણી, દયારામ ડાભી રોકાયેલા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

 

- text