મોરબીના પ્રેમજીનગરમાં ખૂંટિયાએ આધેડને ઉલાળ્યા, ગંભીર

- text


મોરબી : મોરબીના પ્રેમજીનગરમાં એક પ્રૌઢને ખુંટીયાએ પેટમાં ઢીંક મારી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પ્રેમજીનગરમાં રહેતાં હરજીભાઇ લીંબાભાઇ કુંઢીયા, ઉ.50 ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. ગત સાંજે તેઓ કામ પુરુ થતાં ચાલીને ઘર તરફ જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં ખુંટીયો દોડીને આવ્‍યો હતો અને પેટમાં ઢીંક મારી દેતાં હરજીભાઇ ફેંકાઇ જતા પેટમાં ગંભીર ઇજા થતાં મોરબી હોસ્‍પિટલમાં સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતા રાજકોટ હોસ્પિટલ પોલીસ ચોકી સ્ટાફે મોરબી તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરી હતી.

- text

- text