મોરબી જિલ્લા બિલ્ડર્સ એસો.ના પ્રમુખ તરીકે સંતોષભાઈ સેરશિયાની વરણી

- text


ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ એરવાડિયા, હિતેશભાઈ રંગપરિયા, રુચિરભાઈ કારીયા, મંત્રી તરીકે કેતન લોરીયા, મહામંત્રી તરીકે પૂષ્પરાજસિંહ જાડેજા અને ખજાનચી તરીકે રમણિકભાઈ આદ્રોજાની નિમણૂક

મોરબી : મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની સાધારણ સભામાં નવા હોદેદારોની વરણી કરવામાં આવી છે. આ નવા હોદેદારો આગામી 3 વર્ષ સુધી એસોસિએશનની કમાન સંભાળશે.

મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલપર્સ એસોસિએશનની આજે ધુનડા રોડ ઉપર આવેલ ઇડન હિલ્સ ખાતે સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે સંતોષભાઈ સેરશિયા, ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ એરવાડિયા, હિતેશભાઈ રંગપરિયા, રુચિરભાઈ કારીયા, મંત્રી તરીકે કેતન લોરીયા, મહામંત્રી તરીકે પૂષ્પરાજસિંહ કૃષ્ણસિંહ જાડેજા અને ખજાનચી તરીકે રમણિકભાઈ આદ્રોજાની વરણી કરવામાં આવી છે.

- text

આ નવા હોદેદારોની વરણીને ઉપસ્થિત સભ્યોએ વધાવીને નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી સાથે આગામી 3 વર્ષની ટર્મમાં તેઓ સતત સક્રિય રહી બિલ્ડરો અને લેન્ડ ડેવલપરના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયત્નશીલ રહે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. વધુમાં એસોસિએશન દ્વારા સભ્ય પદ મેળવવા ઇચ્છુંકોને વહેલી તકે એસોસિએશનનો સંપર્ક કરવા પણ યાદીમાં જણાવાયુ છે.

- text