પતિ અને પુત્રના નામે વહીવટ કરનાર સરપંચ ઘરભેગા

- text


વાંકાનેર તાલુકાના સતાપર ગામના સરપંચને કાયદો બતાવાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકાની સતાપર ગ્રામ પંચાયતના સરપંચે કાયદાનો દુરુપયોગ કરી પતી પુત્રના નામે વહીવટ કરતા ડીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ હેઠળ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સતાપર ગ્રામ પંચાયતના સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાએ તેમના પતિ રમેશભાઈ કેશાભાઇ ગણાદિયાનાં નામે કુલ 04 કામો માટે તેમજ તેમના સાવકા પુત્ર અજયભાઈ રમેશભાઈ ગણાદિયાના નામે કુલ 05 કામો માટે વાઉચરો બનાવીને નાણાનું ચુકવણું કરેલ હતું.આમ, સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને તેમની સાથે લોહીનો સંબંધ ધરાવતા પતિ તેમજ સાવકા દીકરાને નાણાનું ચુકવણું કરીને સરપંચે પોતાનું નાણકીય હિત સાધેલ હોય, ફરજ બજાવવામાં દુર્વર્તન બદલ ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-57(1) હેઠળ જિલ્લા વિકાસ અધિકારી, મોરબી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા સતાપર ગ્રા.પં.નાં સરપંચ જીલુબેન રમેશભાઈ ગણાદિયાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા હતા.

- text

 

- text