ઝૂમ……. મોરબીમાં ઈલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધ્યો 

- text


ચાલુ વર્ષમાં જ 238 વાહનો વેચાતા નાગરિકોને 97,10,000 સબસીડી ચૂકવાઈ : મોરબી આરટીઓ કચેરીમા અત્યાર સુધીમાં 663 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી, ચાલુ વર્ષમાં જ 238 વાહનો વેચાયા 

મોરબી : સિરામીક નગરી મોરબીના મોજીલા લોકો દેશ દુનિયામાં આવતી નવી ટેક્નોલોજી અપનાવામાં આગ્રેસર રહે છે ત્યારે છેલ્લા વર્ષોમાં પેટ્રોલ-ડીઝલ વાહનોને બદલે ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધતા મોરબી જિલ્લો પણ ઈલેક્ટ્રિક વાહનો અપનાવામાં અગ્રેસર ચાલી રહ્યો છે, ચાલુ વર્ષમાં જ પર્યાવરણ પ્રેમી સમજુ નાગરિકોએ 238 ઈલેક્ટ્રિક વાહનો ખરીદ કરતા સરકાર દ્વારા 97 લાખથી વધુ રકમની સબસીડીનો સીધો જ લાભ આપ્યો છે.

મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં નાગરિકો ઉત્સાહ સાથે ઇલેક્ટ્રિક બાઈક, કાર અપનાવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનોમા અલગ અલગ કેટેગરીમાં સબસીડી આપવામાં આવી રહી જોય સમજુ નાગરિકો દ્વારા પેટ્રોલ – ડીઝલનો ખર્ચ બચાવવાની સાથે પર્યાવરણનો ખ્યાલ રાખી ઇલેક્ટ્રિક વાહનો અપનાવી રહ્યા છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 663 ઈલેક્ટ્રિક વાહનોની નોંધણી થઈ છે અને ચાલુ વર્ષમાં જ 238 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હોવાથી સરકાર દ્વારા કુલ મળી 97,10,000 સબસીડી ઇલેક્ટ્રિક વાહન ખરીદનારા લોકોને ચૂકવાઈ છે, નોંધનીય છે કે, મોરબી ઉપરાંત લોકો રાજકોટથી પણ ઇલેક્ટ્રિક વાહનો ખરીદી કરી મોરબી આવાગમન કરી રહ્યા છે ત્યારે હકીકતમાં મોરબીના રસ્તાઓ ઉપર હજારોની સંખ્યામાં ટુ વ્હીલર, થ્રી વ્હીલર અને ફોર વ્હીલર વાહનો ફરતા જોવા મળી રહ્યા છે.

- text