પ્રેરણાદાયી : પોકેટમની બચાવી સરકારી શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપી થર્ટી ફસ્ટ ઉજવતા કોલેજીયનો

- text


મોરબી : મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ એ પોકેટમનીમાંથી શૈક્ષણિક કીટ બનાવી સરકારી શાળાના બાળકોને અર્પણ કરી હતી.

- text

મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિ વર્ષ ૩૧ ડીસેમ્બરની અનોખી ઉજવણી કરવામા આવે છે. જે અંતર્ગત પ્રવર્તમાન વર્ષે કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પોકેટમનીમાંથી બચત કરી શૈક્ષણિક કીટ બનાવી ઉંચી માંડલ પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા-અમરેલી સહીતની વિવિધ સરકારી પ્રાથમિક શાળાના બાળકોને અર્પણ કરી હતી. આ તકે ઉંચી માંડલ પ્રાથમિક શાળાના આચાર્ય હરીશચંદ્રસિંહ ઝાલા સાહેબ, અમરેલી પ્રાથમિક શાળાના આચાર્યા પ્રવિણાબેન મોરસાણીયા, ઓમવીવીઆઈએમ કોલેજના આચાર્ય ધર્મેન્દ્રભાઈ ગડેશિયા સહીતનાં મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

- text