વાહ ભુદેવ..!! લંડનમાં પણ હિન્દૂ શાસ્ત્રોકત વિધિથી અનેક લોકોના પ્રસંગોને દીપાવતા મોરબીના દિનેશઅદા

- text


વર્ષોથી વિદેશમાં રહેતા હોવા છતાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો લગાવ અકબંધ : ઈંગ્લેન્ડ સહિત અનેક દેશોમાં પોતાની જોબની સાથે જનોઈ, સગાઈ, લગ્ન સહિતના તમામ પ્રસંગોમાં વિધિ વિધાનના કાર્યો હિન્દૂ શાસ્ત્રોકત વિધિથી કરે છે

મોરબી : આપણે ત્યાં ગુજરાતીઓ વિશે વર્ષોથી એવી પ્રચલિત માન્યતા છે કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આ ઉકિતને જેટલા લોકો ગુજરાત બહારના રાજ્યો કે છેક વિદેશમાં ધંધા અર્થે સ્થાયી થયેલા હોય તો પણ ત્યાં ગુજરાતને ધબકતું રાખે છે. આવી જ રીતે મૂળ મોરબીના વતની એવા ભુદેવ હાલ લંડનમાં વસતા હોય પણ બિઝનેશ જુદો હોવા છતાં મૂળ ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જરાય ભૂલ્યા નથી અને તેઓ લંડનમાં જનોઈ સહિતના તમામ ધાર્મિક પ્રસંગોમાં વિધિ વિધાનના કાર્યો હિન્દૂ શસ્ત્રોકત વિધિથી કરે છે.

મૂળ મોરબીના વતની દિનેશભાઇ પંડ્યા વર્ષો પહેલા ધંધાર્થે આફ્રિકા બાદ ઘણા સમયથી લંડનમાં સ્થાયી છે. જો કે ત્યાં જુદો જ વ્યવસાય કરે છે. પણ મૂળ તેઓ ભુદેવ હોય એટલે પરિવારમાં વર્ષોથી ઉછેરમાં આપોઆપ કર્મકાંડી અને શાસ્ત્રોક્ત વિધિઓનું જ્ઞાન આવી ગયું હતું. એટલે લંડનમાં વસતા હોવા છતાં કર્મકાંડનું જ્ઞાન જરાય ભૂલ્યા નથી અને તેઓને હિન્દૂ શાસ્ત્રોક્ત તેમજ દરેક વિધિ વિધાન, સંસ્કારો, શ્લોકો સહિતને કંઠસ્થ છે.આમ છતાં તેઓને મૂળ ગુજરાતનું શાસ્ત્રોક્ત જ્ઞાન શીખવા ભારતમાં આવીને રાજકોટ અને અમદાવાદના પંડિતો અને કર્મકાંડીઓ પાસેથી જ્ઞાન મેળવીને લંડન, યુરોપમાં ઇટલી, સ્પેન સહિતના વિદેશોમાં યજ્ઞોપવિત, લગ્નોમાં મંડપ રોપણ સહિતની લગ્નની વિધિઓ, ગૃહ પ્રવેશ, ગણેશ પૂજા, ઘરનું વાસ્તુ પૂજન, યજ્ઞ સહિતની તમામ વિધિઓ હિન્દૂ શાસ્ત્રોક્ત અને શ્લોકના મંત્રોચ્ચાર કરે છે.

- text

નવાઈની વાત એ છે કે આ બધી જ વિધિઓ ગુજરાતી કે હિન્દીમાં નહિ પણ ઈંગ્લીશ ભાષામાં કરાવે છે. સિવિલ મેરેજમાં રજિસ્ટર સમક્ષ દીકરા-દીકરીએ હા પાડ્યા બાદ હસ્ત મેળાપમાં નાળાછેડી, વરમાળા, માં બાપના આશીર્વાદ આપી સાત ફેરા ફેરવી દરેક ફરાના મંત્રોચ્ચાર કરીને એકદમ વિધિથી બધું જ અંગ્રેજીમાં સમજાવી હવે આ લગ્ન સાત જન્મોનું બંધન હોવાનું કહી લગ્ન વિધિ કરે છે. જો કે વિદેશમાં વસતા માત્ર ગુજરાત કે ભારતના લોકો જ નહીં પણ કોઈપણ ધર્મના હોય તેવા લોકોના ઓડર મુજબ ઘરે જઈ લગ્નો સહિતના પ્રસંગો એમના ધર્મની વિધિ મુજબ જ કરાવે છે. તેઓ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતા નથી. પણ તેની વિધિ વિશે પુસ્તક લખ્યું છે. તેમાં તેમણે અંતિમ સંસ્કારનું મહત્વ, નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન, અગ્નિદાહની વિધિ અને આત્માના શુદ્ધિકરણ સહિતની તમામ અંતિમવિધિઓનું સચોટ નિરૂપણ કર્યું છે.

- text