ભૂંડ પકડવાના ડખ્ખામાં બોલેરો ગાડીને બોલેરોથી ટક્કર મારતા એકનું મોત 

- text


માળીયા-જામનગર હાઇવે ઉપર બનેલા બનાવમાં બે સરદારજી વચ્ચે માથાકૂટ : માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ 

મોરબી : જામનગરથી હળવદ પંથકમાં ભૂંડ પકડવા આવેલા સરદારજીની બોલેરો ગાડીને જોઈ જતા હળવદમાં રહેતા સરદારજીએ બોલેરો ગાડીથી ફિલ્મી ઢબે પીછો કરી ટક્કર મારતા બોલેરો પલ્ટી જતા એક વ્યક્તિનું બોલેરો હેઠળ દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ જામનગરના ઢીચડા ખાતે રહેતા અને ભૂંડ પકડવાનો ધંધો કરતા ફરિયાદી શેરસીગ રણજીતસીગ ખીચીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.5 ડિસેમ્બરના રોજ તેઓ તેમજ તેમના જસદણ ખાતે રહેતા સાળાના બે દીકરા અને બે અન્ય માણસો સાથે હળવદના ધનાળા ગામથી મોડીરાત્રે ભૂંડ પકડ્યા હતા અને પરત જામનગર જતા હતા ત્યારે હળવદમાં રહેતા આરોપી હરમીદરસીગ પ્યારેસીગ ટાંક અને પ્યારેસીગ ટાંક રહે.હળવદ વાળા શેરસિંગની બોલરોને જોઈ જતા ધંધા ખારમાં ગાડીનો પીછો કરતા શેરસિંગે બોલેરો માળીયા તરફ ભગાવી મુક્ત બન્ને આરોપીઓએ પીછો કરી બોલરોને બોલેરો ગાડીથી બે વખત ટક્કર મારતાં શેરસિંગની ગાડીનું વહીલ નીકળી જતા બોલેરો માળીયા જામનગર હાઇવે ઉપર પલ્ટી મારી જતા શેરસિંગના સાળાના દીકરા અર્જુનસિંહ ધરમસિંગ ખીચી ગાડી નીચે દબાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું જયારે ગાડીમાં સાથે રહેલા દીપકભાઇને ડાબા હાથમા ફેકચર જેવી ઇજા પહોંચી હતી તેમજ સાહેદ નયનભાઇ ગોહીલને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.

- text

આ બનાવ અંગે જામનગરના ભૂંડ પકડવાના ધંધાર્થી શેરસીગ રણજીતસીગ ખીચીએ માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હળવદ રહેતા આરોપી હરમીદરસીગ પ્યારેસીગ ટાંક અને પ્યારેસીગ ટાંક વિરુદ્ધ આઇપીસી એક્ટ મુજબ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text