કમોસમી કરા પડતા વાંકાનેરના વઘાસિયા ટોકનાકા નજીક દસેક ફેકટરીના શેડ ચારણી બની ગયા 

- text


ક્યુરેક્સ, મલ્ટીસ્ટોન, સ્ટોબ સેનેટરી સહિતના કારખાનામાં તૈયાર માલને અને પ્લાન્ટને નુકશાન જગા શટડાઉન કરાયું

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં આજે સવારથી શરૂ થયેલા તોફાની પવન અને બરફના કરા સાથે કમોસમી વરસાદને કારણે સીરામીક ફેક્ટરીઓમા કરોડોનું નુકશાન થયાની વિગતો સામે આવી છે જેમાં વઘાસિયા ટોલનાકા નજીક દસેક ફેકટરીઓના શેડ તો કરા પડવાથી ચારણી જેવા થઈ ગયા છે અને હાલમાં આ ફેક્ટરીઓના પ્રોડક્શન બંધ કરાયું છે.

આજે સવારથી મોરબીમાં શરૂ થયેલ કમોસમી વરસાદ વચ્ચે નવ વાગ્યા બાદ તોફાની પવન સાથે મોટા મોટા કરા પડતા વાંકાનેરના લુણસર રોડ ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુરેક્સ સિરામિક, મલ્ટીસ્ટોન સિરામિક, સ્નોબ સેનેટરીવેર્સ, આઇકોન સિરામિક સહિતની ફેકટરીઓના શેડ ચારણી જેવા બની ગયા હતા અને સાથે જ તૈયાર માલ અને પ્લાન્ટની મશીનરીને નુકશાન જતા હાલમાં દસેક જેટલી ફેક્ટરીઓમાં શટ ડાઉન કરવું પડ્યું હોવાનું ક્યુરેક્સ સિરામિકના સંચાલક ભવિકભાઈ પટેલે જણાવ્યું હતું.

- text

દરમિયાન મોરબી સીરામીક એસોસિએશન દ્વારા પણ કમોસમી કરા સાથે વરસેલા વરસાદને કારણે થયેલ નુક્શાનીનો અંદાજ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશભાઇ બોપલીયાએ જણાવ્યું હતું.

- text