ફૂટપાથ ઉપર ગુજર બસર કરતા નિરાધારોની મેડિકલ તપાસણી કરાવતું યંગ ઈન્ડિયા ગ્રુપ

- text


ક્લાઈમેટ ચેન્જને કારણે ઋતુજન્ય માંદગી વધવાથી રખડતું ભટકતું જીવન ગુજારતા બાળકો સહિતના મોટેરાઓને સ્વસ્થ રાખવા યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન ચલાવ્યું

મોરબી : મોરબીમાં ક્લાયમેન્ટ ચેન્જને કારણે વાયરલ ઇન્ફેક્શનજન્ય બીમારીઓ વધી રહી છે. આ બીમારીમાં ઘણા બધા લોકો સપડાયા છે. ત્યારે મોરબી શહેરમાં રખડતું ભટકતું જીવન ફૂટપાથ ઉપર જ પસાર કરતા બાળકો સહિત તમામ નિરાધારો પણ આવી બીમારીનો ભોગ ન બને તે માટે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપ તેમની વ્હારે આવ્યું હતું. જેમાં યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન ચલાવી તમામ નિરાધારોની મેડીકલ તપાસણી કરી જરૂર જણાય એની સ્થળ પર સારવાર કરી દવા આપીને તેમને સ્વસ્થ રાખવાનું ઉમદા કાર્ય કર્યું છે.

મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, દિવાળી પહેલાથી મિશ્ર ઋતુની અસર થઈ રહી છે. આ ક્લાયમેન્ટ ચેન્જને કારણે ઘણા લોકો શરદી, તાવ ઉધરસ, ઝાડા ઉલટી જેવી બીમારીઓના ભોગ બન્યા છે. જો કે આવી બીમારીઓનો ભોગ બનેલા લોકોનો પરિવાર હોય તેથી તેમની કેર કરવામાં કોઈ વાંધો આવતો નથી. પણ જેનું આ દુનિયામાં કોઈ પણ નથી તેવા નિરાધાર બાળકો સહિતના અનેક લોકો ફૂટપાથ ઉપર જ જીવન પસાર કરતા હોય અને આવા લોકો ગાંડકીથી એકદમ નજીક હોવાથી ઝડપથી બીમારીઓનો શીકાર બને છે. તેથી શહેરમાં ઝૂંપટપટ્ટીમાં રહેતા તેમજ શહેરના રોડ રસ્તા ઉપર રખડતું ભટકતું જીવન ગુજારતા બાળકો, મહિલાઓ સહિત તમામ નિરાધારો બીમારીનો શિકાર બને તો તેમનું કોણ ? આથી આવા લોકોને સ્વસ્થ રાખવા માટે યંગ ઇન્ડિયન ગ્રુપ ડોક્ટરો, સ્વંય સેવકોને સાથે રાખી મદદે આવ્યું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપે અમૃતમ અભિયાન ચલાવી શહેરભરમાં ફરી ફરીને આવા બાળકો, મહિલાઓ, અસ્થિર મગજ ધરાવતા વ્યક્તિઓ તેમજ વૃદ્ધોને શોધી કાઢી ડોક્ટરોની ખાસ ટીમ અને તબીબી સાધન સુવિધાઓ સાથે મેડિકલ તપાસણી કરી હતી અને જરૂર જણાય તેને જે તે સ્થળ પર જ સારવાર કરાવી તેમજ દવાઓ આપીને ક્લાયમેન્ટ ચેન્જ સામે નિરાધારોને એકદમ તંદુરસ્ત રાખવાની સરાહનીય કામગીરી કરી હતી.

- text

- text