વાંકાનેરના હશનપર ગામના બીપીએલ ચોકમાં જુગાર રમતા ચાર પકડાયા 

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હશનપર ગામે બીપીએલ ચોકમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા મુકેશભાઇ સુરેશભાઇ દલસાણીયા, રણજીતભાઇ બાબુબાઇ ટોટા, મહેશભાઇ ખોડાભાઇ કુણપરા અને અનીલભાઇ રાજુભાઇ પડસારીયાને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,400 કબ્જે કરી ચારેય વિરુદ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text