ભાયુભાગનો પ્લોટ વેચવા મામલે નાનાભાઈ અને ભત્રીજાએ મોટાભાઈને ધોકાવ્યા 

- text


વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે બનેલા બનાવમાં સામસામી ફરિયાદ નોંધાઈ 

વાંકાનેર : જર, જમીનને જોરૂ ત્રણ કજિયાના છોરું ઉક્તિને સાર્થક કરતા કિસ્સામાં વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે ભાયુભાગનો પ્લોટ વેચવા મામલે નાનાભાઈ અને તેમના પુત્રોએ મોટાબાપુને ધોકાવી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, સામાપક્ષે નાનાભાઈએ પણ વયોવૃદ્ધ મોટાભાઈ સહિતના કુટુંબીઓ વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા ગોરધનભાઇ સામાભાઇ વોરા ઉ.80 નામના વૃદ્ધે આરોપી એવા તેમના સગા નાનાભાઈ પરશોત્તમભાઇ સામાભાઇ વોરા અને ભત્રીજા હરેશભાઇ પરશોત્તમભાઇ વોરા તેમજ વીજયભાઇ પરશોત્તમભાઇ વોરા વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ભાયુભાગનો પ્લોટ વેચાણ કરવામાં તમે કેમ ના પાડો છો કહી હુમલો કરી ધારિયા અને લાકડી વડે ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

સામાપક્ષે ગોરધનભાઇ સામાભાઇ વોરાએ પણ પોતાના મોટાભાઈ એવા ગોરધનભાઇ સામાભાઇ વોરા, પ્રેમજીભાઇ દેહાભાઇ વોરા, રમેશભાઇ ગોરધનભાઇ વોરા અને મનહરભાઇ દેહાભાઇ વોરા વિરુદ્ધ ભાયુભાગમાં આવેલ પ્લોટ અમે વેચવા નહીં દઈએ તેમ કહી ગાળો આપી લાકડી વડે માર મારતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text