વાંકાનેર પ્રાંત કચેરીના નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી 

- text


રાજ્ય સરકારે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રમોશન ઓર્ડર કાઢ્યા, મોરબી સીટી મામલતદારની જગ્યા ભરાઈ 

મોરબી : રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદારને પ્રમોશન આપી જામનગર કલેકટર કચેરીમાં મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે તો મોરબી સિટીની ખાલી પડેલી જગ્યા ઉપર ભાવનગરથી પ્રમોશન મેળવનાર કર્મચારીને પોસ્ટિંગ અપાયું છે.

- text

પ્રાપ્ત વીગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે નાયબ મામલતદાર સંવર્ગમાં બઢતી બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા એ.બી.પરમારને કલેક્ટરેટ જામનગર ખાતે મુકવામાં આવ્યા છે. સાથે જ મોરબી સીટી મામલતદાર સાંચલા નિવૃત થતા ખાલી પડેલી જગ્યા ઉપર ભાવનગરથી પ્રમોશન મેળવનાર જયંતસિંહ રામસંગ વાળાની નિમણુક કરવામાં આવી છે.

- text