29 ઓક્ટોબરે ઓપન મોરબી ગરબા હરિફાઈ યોજાશે

- text


ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા આયોજિત સ્પર્ધામાં 5 થી 45 વર્ષના બહેનો ભાગ લઈ શકશે, 25 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવું

મોરબી : ઈન્ડિયન લાયન્સ ક્લબ- મોરબી દ્વારા આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ ઓપન મોરબી ગરબા હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 5 થી 45 વર્ષ સુધીના બહેનો ભાગ લઈ શકશે.

- text

આ ગરબા હરિફાઈ 29 ઓક્ટોબર ને રવિવારે સાંજે 4 થી 7 વાગ્યા દરમિયાન મોરબીના સરદારબાગ સામે આવેલી ઓમ શાંતિ સ્કૂલમાં યોજાશે. જેમાં બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસમાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર મેળવનાર ખેલૈયાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે. ભાગ લેવા ઈચ્છુક 5 થી 45 વર્ષ સુધીના બહેનોએ તારીખ 25 ઓક્ટોબર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. રજિસ્ટ્રેશન માટે ભારતીબેન રાચ્છ (કૃષ્ણનગર-2, ગાયત્રીનગર અંદર, મો.નં. 9099347773), વંદનાબેન જોષી (303, ગ્રીન હિલ્સ એપાર્ટમેન્ટ, સરદારબાગ સામે, પેટ્રોલપંપવાળી શેરી, મોરબી, મો.નં. 8128638380), ચંદ્રિકાબેન પલાણ (2, વસંત પ્લોટ,મોરબી, મો.નં. 9106877148), ધર્મિષ્ઠાબેન વ્યાસ (આલાપ રોડ, ખોડિયાર પાર્ક અંદર, પટેલનગર-4, મોરબી, મો.નં. 9978481290), બિદિંયાબેન રામાવણ (રવાપર રેસિડેન્સી, રવાપર રોડ, મોરબી, મો.નં. 7171747902), શશીકાંતભાઈ મહેતા (ગૌતમ ક્લોથ, જેલ રોડ, મોરબી, મો.નં. 9428277735), નિશર્ગ શાહ (કલાપૂર્ણ સ્ટોર, બજાર લાઈન, મોરબી, મો.નં. 9909215520) પર સંપર્ક કરવા સેક્રેટરી હર્ષદભાઈ ગામી, પ્રમુખ ભાવેશભાઈ દોશી અને ઈન્ડિયન લાયન્સ ક્લબ- મોરબી પરિવાર દ્વારા જણાવાયું છે. આ કાર્યક્રમમમાં રૂચિરભાઈ કારીઆ, ચંદ્રિકાબેન પલાણ, મુકેશભાઈ ચારોલા (ઉમિયા એન્જિ. વર્કસ) અને તરૂણભાઈ પેથાપરા (ઉપપ્રમુખ, તાલુકા ભાજપ)નો સહયોગ મળી રહ્યો છે.

- text