પતિએ ચા ઢોળી નાખતા પત્નીએ ઝેરી દવા ગટગટાવી લીધી 

- text


હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમા બનેલ બનાવ 

હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં રહી ખેતમજૂરી કરતા મૂળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના કોટબી ગામના વતની લાલીબેન ગણેશભાઇ ધર્માભાઈ ભીલ ઉ.20 નામની પરિણીતાએ પતિ માટે ચા બનાવી હોય જે પતિએ પીવાને બદલે ઢોળી નાખતા લાલીબેનને લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન લાલીબેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text