વાંકાનેરના રાજવડલામાં બે પરિવારો વચ્ચે મારામારી 

- text


એક પક્ષે પોલીસને બાતમી કેમ આપે છે કહી હુમલો કર્યાની તો બીજા પક્ષે ઘર પાસે ઉભવા બાબતે ઝઘડો થવા અંગે ફરિયાદ નોંધાવી 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામે બે પરિવારો વચ્ચે મારામારી થતા સામસામે ફરિયાદ નોંધાઈ છે જેમાં એક પક્ષે પોલીસને બાતમી કેમ આપે છે કહી હુમલો કર્યાની તો બીજા પક્ષે ઘર પાસે ઉભવા બાબતે ઝઘડો થયાનું જાહેર કરતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે રહેતા સંજયભાઇ બાબુભાઇ સોલંકીએ આરોપી ધીરૂભાઇ ગોવીદભાઇ સેટાણીયા તથા સંજયભાઈ ગોવિંદભાઈ સેટાણીયા રહે- નવા રાજાવડલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે આરોપીઓએ તું પોલીસને કેમ અમારી બાતમી આપે છે કહી ઝઘડો કરી લોખંડના પાઇપ વડે ફરિયાદી સંજયભાઈ, સાહેદ આકાશ અને નિલેશ ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી.

- text

સામાપક્ષે ધીરૂભાઈ ગોવિંદભાઈ સેટાણીયાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી સંજયભાઈ બાબુભાઈ સોલંકી,નિલેશભાઈ બાબુભાઈ સોલંકી તથા આકાશભાઈ બાબુભાઈ સોલંકી રહે-ત્રણેય-જુના રાજાવડલા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ નવારાજાવડલા ગામે હનુમાન મંદીર પાસે હતા ત્યારે આરોપીઓએ અગાઉ પોતાના ઘર પાસે ઉભા રહેવા ના પાડતા ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઇપ વડે તેમજ ધારિયા વડે હુમલો કરી ફરિયાદી તેમજ સાહેદ સંજયભાઈને ઈજાઓ પહોંચાડતા ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તાપસ શરૂ કરી છે.

 

- text