તમે કેમ બધા ઉપર હાલી જાવ છો કહી વાંકાનેર પાલિકાના પૂર્વ સભ્યને જાનથી મારી નાખવા ધમકી

- text


રીક્ષા ચાલકને પોલીસે માર મારતા વચ્ચે છોડાવવા પડેલા પૂર્વ પાલિકા સભ્યને પોલીસના સગાએ ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરમા રીક્ષા ચાલકને પોલીસે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્યને પોલીસના સગાએ ફોનમાં તેમજ રૂબરૂ આવી તમે કેમ બધા ઉપર હાલી જાવ છો ! આજે તો હવા કાઢી નાખવી છે કહી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ ચકચારી બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીક કાનાભાઈ દાનાભાઈ ગમારા નામના રીક્ષા ચાલક સાથે પોલીસ જમાદાર વિજયભાઈ કારોતરાએ માથાકૂટ કરી માર મારતા કાનાભાઈએ ફોન કરી નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને ટ્રાન્સપોર્ટર રાજ કેતનભાઈ સોમાણીને આ બાબતની જાણ કરી હતી જેથી રાજ કેતનભાઈ સોમાણી બનાવ સ્થળે દોડી જઇ ઝઘડો શાંત કરવા પ્રયાસ કર્યો હતો.

- text

બાદમાં આરોપી સુભાષ હમીરભાઈ હણનો રાજ સોમાણીને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તમે કેમ બધા ઉપર હાલી જાવ છો, અમારા જમાઈ વિજયભાઈ પોલીસ સાથે કેમ ઝઘડો કરો છો આજે તો રૂબરૂ તમારી હવા કાઢી જ નાખવી છે કહી વાંકાનેર માર્કેટ ચોકમાં ધસી આવી ગાળાગાળી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text