મોરબીના મચ્છુ-3 ડેમમાં ડૂબી જતા યુવાનનું મૃત્યુ 

- text


મોરબી : મોરબીના મચ્છુ-3 ડેમમાં ગઈકાલે રાત્રીના સમયે એક વ્યક્તિ ડૂબી ગયેલ હોવાનો કોલ મોરબી ફાયર કંટ્રોલરૂમને મળતા મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા તાકીદે ટીમોને દોડાવી ડેમમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ભારે જહેમત બાદ મોરબીના સામાકાંઠે પાવર હાઉસની બાજુમાં મામાદેવવારી શેરી પાસે રહેતા સુરેશભાઈ નરસીભાઈ વનારીયા ઉ.27 નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તાપસ શરૂ કરી છે.

- text

- text