મોરબીમાં જુના મનદુઃખમાં બે પરિવારો બાખડ્યા, સામસામી ફરિયાદ 

- text


એક પક્ષે જુના મનદુઃખમાં તો બીજા પક્ષે પોલીસને બાતમી આપતા હોવાની શંકા કરી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી  

મોરબી : મોરબીના શકત શનાળા નજીક આવેલ ઈન્દીરાવાસ વિસ્તારમાં જુના મનદુઃખમાં તેમજ પોલીસને બાતમી આપતા હોવાની શંકા રાખી બે પરિવારો બાખડી પડતા બન્ને પક્ષે થયેલ મારામારીમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી અને બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મોરબીના શકત શનાળા ઇન્દીરાવાસ શાઇબાબા ચોક પાસે રહેતા મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલાએ આરોપી નિતીન મહેશભાઇ સોલંકી તથા રાહુલ મહેશભાઇ સોલંકી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુના મનદુઃખમાં બન્ને શખ્સોએ બોલાચાલી કર્યા બાદ પાઇપ અને બેઝબોલના ધોકાથી હુમલો કરી ફરિયાદી મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા અને તેમના માતાને માર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડતા બન્ને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

જયારે સામાપક્ષે નિતીનભાઇ મહેશભાઇ સોંલંકીએ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા વિરુદ્ધ પોતે પોલીસને ખોટી બાતમી આપતો હોવાનો આરોપ લગાવી ઝઘડો કરી હુમલો કરી તેમના ભાઈ રાહુલ તેમજ દાદીમાને લોખંડના પાઇપ વડે ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text