મોરબીમાં અજંતાથી લઈ ઉમિયા સર્કલ સુધી ભારે ટ્રાફિક જામ

- text


આજે મોરબીમાં અનેક જગ્યાએ રાંદલમા નો પ્રસંગ હોય ટ્રાફિક સર્જાયો

મોરબી : મોરબી જિલ્લામાં ભાદરવા મહિનામાં રાંદલમા તેડવાના પ્રસંગો ઉજવાતા હોય આજે સવારથી મોરબી – રાજકોટ હાઇવે ઉપર લજાઈથી લઇ ઉમિયા સર્કલ સુધી પાંચેક કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો જામમાં ફસાયા હતા.

મોરબીમાં ટ્રાફિક જામની સમસ્યા રોજિંદી બની છે તેવા આજ ભાદરવા મહિનાના પહેલા રવિવારે રાંદલ માતાજીના લોટા શણગારવાના અનેક આયોજનો હોવાથી આજે મોરબી રાજકોટ રોડ ઉપર લજાઈ, અજંતા ફેક્ટરીથી લઈ ઉમિયા સર્કલ સુધી લાંબો લચક ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. જો કે, ટ્રાફિક નિયમનમાં હરહમેશની જેમ આજે પણ પોલીસ જોવા ન મળતા કલાકો સુધી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી.

- text

- text