મોરબીમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મ દિવસની હર્ષભેર ઉજવણી

- text


ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા વડાપ્રધાનના જન્મદિવસે 73 મણ સુખડીનું વિતરણ : જિલ્લા ભાજપે કેક કાપી

મોરબી : આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો 73મો જન્મદિવસ હોય મોરબી જિલ્લા ભાજપ દ્વારા કેપ કાપીને તો ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા 73 માણસ સુખડી બનાવી ગૌમાતાને વિતરણ કરી સેવા કાર્ય સાથે વડાપ્રધાનનો જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો.

મોરબીના ઉમા ટાઉનશીપ ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ 73 મણ સુખડી બનાવીને મોરબીની વિવિધ ગૌશાળાઓમાં કાર્યકરોએ હાથો હાથ ગાયોને ખવડાવી વડાપ્રધાન નરેન્દ્રભાઇના જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

આ ઉપરાંત ભાજપ કાર્યાલય ખાતે માવાની કેક બનાવીને કાર્યકરોની ઉપસ્થિતિમાં કેક કટીંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મોરબીના રામધણ આશ્રમ અને સોમનાથ મંદિરમાં હોમહવન કરવામાં આવ્યો હતો. સાથે જ આજે ભાજપની ટીમ દ્વારા ફૂડ પેકેટ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર સેવાકીય કાર્યક્રમોમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારધી, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના હોદ્દેદારો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનના જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી.

- text

- text