સીમા જાગરણ મંચ મોરબી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા આંતરરાષ્ટ્રીય સાગર સ્વચ્છતા દિવસ નિમિતે સીમાવર્તી ગામો જેવાકે વર્ષામેળી, બોડકી અને સોલંકીનગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

આ અભિયાનમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંધ ચાલક અને સીમા જનકલ્યાણ સમિતિ ગુજરાતના અધ્યક્ષ જયંતીભાઈ ભાડેસિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગ સામજિક સદભાવ લલિતભાઈ ભાલોડીયા તેમજ સીમા જાગરણ મંચના સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સદસ્ય હિરેનભાઈ વિડજા, મોરબી જિલ્લા સંયોજક રાજેશભાઈ એરણીયા, જિલ્લા સહસંયોજક પ્રસાદભાઈ ગોરિયા, પ્રચાર પ્રસાર સંયોજક આર્યનભાઈ ત્રિવેદી, નગર સંયોજક બિપીનભાઈ અઘારા, નગર સહસંયોજક હિરેનભાઈ સિણોજીયા, મોરબી તાલુકા સંયોજક દિનેશભાઈ બારૈયા, સદસ્ય હિરેનભાઈ કુંડારિયા અને મનુભાઈ કૈલા તેમજ વિનય સ્કૂલના બાળકો અને ગ્રામજનો સહિતના લોકો આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

- text

- text