તું કરિયાવર ઓછો લાવી છો કહી વાંકાનેર લાલપરના ગુલનાજબેનને સાસરિયાઓનો ત્રાસ 

- text


વાંકાનેર : આજના આધુનિક યુગમાં પણ કરિયાવર મામલે સાસરીયાઓના સિતમ યથાવત રહ્યા છે, આવા જ એક કિસ્સામાં વાંકાનેર તાલુકાના લાલપર ગામે માવતર ધરાવતા ગુલનાજબેન નામના પરિણીતાને વાંકાનેર ચંદ્રપુરના રહેવાસી પતિ સહિતના સાસરિયાઓ કરિયાવર બાબતે મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામે પિતાને ઘેર રહેતા ગુલનાજબેન હુસેનભાઇ કડીવારના ત્રણેક વર્ષ પૂર્વે સમાજના રીતરિવાજ મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ખાતે લગ્ન થયા હતા.લગ્ન જીવનમાં સાસરિયાઓ દ્વારા થોડો સમય ગુલનાજબેન હુસેનભાઇ કડીવારને સારી રીતે રાખવામાં આવ્યા બાદ પતિ વશીમભાઇ યુસુફભાઇ ખોરજીયા અને સસરા યુસુફભાઇ અમીભાઇ ખોરજીયા દ્વારા તું ઓછો કરીયાવર લાવી છો કહી ને મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા ગુલનાજબેનને પિતા સહિતના માવતરપક્ષ દ્વારા સમાજ રાહે સમાધાનના પ્રયાસો કર્યા હતા જેમાં નિષ્ફળતા મળતા અંતે મોરબી મહિલા પોલીસ મથકમાં પતિ અને સસરા વિરુદ્ધ આઇપીસી કલમ 498(ક) અને 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.

- text

- text