મોરબીના મકનસર ગામે 4 જુગારી પકડાયા 

- text


મોરબી : મોરબી તાલુકા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મકનસર ગામે સીતારામનગર શેરીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી હરેશભાઇ ઘુઘાભાઇ મેણીયા, રાજુભાઇ ધિરૂભાઇ ઓળકીયા, રાજેશભાઇ મગનભાઇ પરમાર અને સુનિલભાઇ મંગળદાસ ચૌહાણને તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text