અવની ચોકડીએ પાણી ભરવાની સમસ્યા ઉકેલવા પાઇપલાઇન નાખવાનું શરૂ

- text


મોરબી : મોરબીની અવની ચોકડીએ વર્ષોથી વરસાદી પાણી ભરવાની સમસ્યા હવે દૂર થવાનો સમય આવી ગયો છે અને તંત્ર દ્વારા અવની ચોકડીએ વર્ષોથી વરસાદી પાણી ભરવાની સમસ્યાના હલ માટે પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.

મોરબીના પોશ વિસ્તાર રવાપર રોડથી આગળ અવની ચોકડીએ વર્ષોથી વરસાદી પાણી ભરવાનો ગંભીર પ્રશ્ન છે. દર વર્ષે ચોમાસામાં બે ત્રણ ઇંચ વરસાદમાં પણ આ અવની ચોકડી આસપાસની સોસાયટીઓ જળબંબાકાર બની જાય છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. લોકોની વર્ષોની યાતનામાંથી હવે છુટકારો મળે તેવા ઉજળા સંજોગો સામે આવ્યા છે. ચોમાસાના મહિના અગાઉ નગરપાલિકા દ્વારા અવની ચોકડીએ વર્ષોથી ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસામાં પહેલા જ આ કામ પુરૂ થશે તેવી ખાતરી આપવામાં આવી હતી. પણ ચોમાસુ શરૂ થઈ જતા ફરી એજ પાણી ભરવાની સમસ્યા સર્જાય હતી. ત્યારે હવે નગરપાલિકાએ આ કામ ઉપાડ્યું છે અને અંવની ચોકડીએ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું શરૂ કર્યું છે.

- text

- text