કાલે શુક્રવારથી મોરપીંછ એક્ઝિબિશન : મુલાકાત લેનારને હેર કટ, હેર સ્પા, સાઈનર, ફેશિયલ અને આઈબ્રો ફ્રી 

ફેશનવેરથી લઈને ફૂડ અને હોમ ડેકોર તેમજ રાખડી સહિતની તમામ આઇટમોના અંદાજે 30 સ્ટોલનું આયોજન : બાળકો માટે જમ્પિંગ સહિતના આકર્ષણ 

મોરબી : રક્ષાબંધનને ધ્યાને લઇ મોરબી અપડેટ દ્વારા રામધન આશ્રમ ખાતે આયોજિત બે દિવસના મોરપીંછ એક્ઝિબિશનનો આવતીકાલે શુક્રવારથી પ્રારંભ થવાનો છે. જેમાં આ વખતે અંદાજે 30 જેટલા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.

દર વર્ષે અવનવા કાર્યક્રમો આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતું મોરબીવાસીઓનું પોતાનું માધ્યમ મોરબી અપડેટ છેલ્લા થોડા સમયથી સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે મોરપીંછ એક્ઝિબિશનનું પણ આયોજન કરે છે. સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમજ લોકોને એક જ સ્થળેથી શ્રેષ્ઠ કિંમતે વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે તા.25 અને 26 ઓગસ્ટના રોજ મોરપીંછ ફેશન એન્ડ લાઇફસ્ટાઇલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન સામાકાંઠે મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમની વિશાળ જગ્યામાં યોજવામાં આવશે. જેથી મહેન્દ્રનગર વિસ્તારના બહેનો પણ એક્ઝિબિશનનો સરળતાથી લાભ લઈ શકે. ઉપરાંત વિશાળ જગ્યા હોવાથી વધુમાં વધુ લોકો આ એક્ઝિબિશનનો લાભ લઇ શકે.

આ એક્ઝિબિશનમાં ગાર્મેન્ટ્સ, ફૂટવેર, હોમ ડેકોર, હેન્ડીક્રાફટ, ફેસ્ટિવલ સ્પેશિયલ આઈટમ, જવેલરી, ચણીયાચોલી, ગૃહ ઉદ્યોગ, અથાણા, કોડીયા, ફૂટવેર, જવેલરી, ટોયઝ, ફૂડ સ્ટોલ, સ્પેશિયલ એક્ટ્રેશન, રોપા સહિતના 30 ટોલ હશે. ઉપરાંત બાળકો માટે જમ્પિંગ સહિતના આકર્ષણ પણ હશે. અહીં મુલાકાત લેનાર બહેનોને હેર કટ, હેર સ્પા, સાઈનર, ફેશિયલ, ડિટેન અને આઈબ્રો ફ્રી કરી અપાશે. એક્ઝિબિશનનો સમય સવારે 9થી રાત્રે 8 સુધીનો છે. અહીં બહેનો માટે એન્ટ્રી નિઃશુલ્ક છે.

વધુ વિગત માટે સંપર્ક કરો

મિત્તલ પ્રજાપતી – 99093 82382

વિપુલ પ્રજાપતિ – 99130 53249