હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર 24×7 ઘરઆંગણે : શાશ્વત હોસ્પિટલનો પ્રારંભ

 

નિષ્ણાંત ડો. મલય બરાસરા આપશે સેવા : ક્ષારસૂત્ર પદ્ધતિથી ઓપરેશનની સુવિધા : પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોના પણ સ્પેશિયાલિસ્ટ : તા.29ને મંગળવારે ફ્રી નિદાન કેમ્પ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર 24×7 ઘરઆંગણે મળવાની છે. કારણકે શહેરમાં આ રોગો માટેની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો પ્રારંભ થયો છે. જ્યાં આવા રોગોની એ ટુ ઝેડ સારવાર ખૂબ સરળતાથી દર્દીઓને મળી રહેશે.

મોરબીમાં શનાળા રોડ ઉપર કોટક મહિન્દ્રા બેંકની પાછળ લહેરૂ લેબની સામે સમર્પણ ઇમેજિંગ સેન્ટરમાં પાંચમા માળે શાશ્વત હોસ્પિટલ કાર્યરત થઈ છે. જ્યાં ડો.મલય બરાસરા – Consultant Proctologist & Anorectal Surgeon – B.A.M.S ( GAU ) F.A.R.S.K (SAAN) સેવા આપી રહ્યા છે. તેઓ હરસ, મસા, ફિશર, ભગંદરના નિષ્ણાંત અને અનુભવી તબીબ છે.

અહીં ક્ષારસૂત્ર પદ્ધતિથી વારંવાર થતા ભગંદરની જળમૂળથી સારવાર કરવામાં આવે છે. નાસુરની પણ આધુનિક પદ્ધતિથિ સારવાર થાય છે. ક્ષારસૂત્ર પદ્ધતિ સરળ અને કાયમી ઉપચાર હોવાથી ફરીથી રોગ થવાની શક્યતા નહીવત છે. ઓપરેશન બાદ દર્દી ત્રીજા દિવસથી દર્દી પોતાનું રોજિંદુ કામ કરી શકે છે. ઑપરેશન પછી મળ પરનો કાબુ જતો નથી કે મળમાર્ગ સંકડો થતો નથી.

અહીં પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોમાં પણ સાચી સલાહ અને સારવાર મળે છે. હરસ- મસા માટે અમેરિકન અને જર્મન પદ્ધતિથિ રિંગ ચડાવીને સારવાર કરવામાં આવે છે. કપાસી તથા શરીર પરના મસાની પણ સચોટ સારવાર કરવામાં આવે છે.

આ હોસ્પિટલમાં 24 કલાક લિફ્ટ (સ્ટેચર લિફ્ટ) અને ફાયર સેફ્ટીની સુવિધા છે. મહિલા દર્દીને તકલીફ ના પડે તે માટે અનુભવી લેડીઝ સ્ટાફની સુવિધા છે. અહીં આધુનિક સુવિધાથી સંપન્ન અને પ્રાચીન આયુર્વેદની પરંપરાનો સમન્વય કરતી હરસ, મસા, ફિશર અને ભગંદર ની સરળ અને કાયમી સારવાર મળે છે. ઉપરાંત મોરબીવાસીઓ માટે અહીં તા.29 ઓગસ્ટને મંગળવારના રોજ અહીં ખાસ નિઃશુલ્ક નિદાન કેમ્પ પણ ગોઠવવામાં આવ્યો છે. હોસ્પિટલનો સમય સવારે 9:00 થી 1:00 અને સાંજે 4: 00 થી 7:00નો છે. ઇમરજન્સીમાં ફોન ઉપર પણ ઓપીડીનો સમય લઈ તાત્કાલિક સારવાર આપવામાં આવે છે.

શાશ્વત હોસ્પિટલ
પાંચમો માળ,
સમર્પણ ઈમેજીંગ સેન્ટર,
લહેરૂ લેબની સામે,
કોટક મહિન્દ્રા બેંકની પાછળ,
શનાળા રોડ,મોરબી
મો.નં.70164 05506