મોરબી બ્રહ્મ સમાજ દ્વારા કરાઓકે ગીત સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબી બ્રહ્મ સમાજની કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત સંહિતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યાના સંકલનમાં સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના મોરબી જિલ્લાના પ્રમુખ ભરતભાઈ ઓઝા તેમજ મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટના માર્ગદર્શનમાં કરાઓકે ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી શહેરના ઉંમર પ્રમાણે ત્રણે ગ્રુપ A,B,Cના C ગ્રુપમાં ફાલ્ગુનીબેન કેતનભાઈ જોશીનો પ્રથમ નંબર આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લાના ટ્રસ્ટી હસુભાઈ જોષી, જિલ્લા પ્રમુખ કે. ડી. પંડ્યા, પ્રવક્તા શૈલેષભાઈ પંડ્યા, જૂનાગઢ મહિલા પાંખ પ્રમુખ આરતીબેન જોશી તેમજ દક્ષાબેન જોષી વગેરે દ્વારા વિજેતા ફાલ્ગુનીબેન કેતનભાઈ જોશીને અભિનંદન પાઠવ્યા હતા.

- text

- text