મોરબીના ભળીયાદ નજીક જુગાર રમતી 3 મહિલા સહિત છ ઝડપાયા

- text


મોરબી : મોરબીના ભળીયાદ ગામે રામાપીરના મંદિર નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા આરોપી ઈકબાલભાઈ ગનીભાઈ સૈયદ, કારૂભાઈ ટપુભાઈ સાદરીયા, યોગેશભાઈ ગાંડુભાઈ ઇટોદરા, ગીતાબેન કારૂભાઈ સાદરીયા, રીટાબેન અશોકભાઈ માનેવાડીયા અને મુસ્કાનબેન ઈકબાલભાઈ સૈયદને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 46,000 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text