મોરબીની OMVVIM કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબીની OMVVIM કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને સાયબર સિક્યુરિટી અવેરનેસ અંગે તજજ્ઞ દ્વારા માહિતગાર કરાયા હતા.

OMVVIM કોલેજ ખાતે B.COM, B.B.A., B.C.A, તેમજ L.L.B.ના વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરિટીઅવેરનેસ સેમિનારમાં સાયબર સિક્યુરિટી, હેકિંગ, એથીકલ હેકિંગ, સાયબર ક્રાઈમ અને How to protect yourself on internet જેવા વિવિધ મુદ્દાઓની છણાવટ કરતો સેમિનાર યોજાયો હતો. જેમાં સુરત ખાતે રહેતા અને અમદાવાદમાં કોમ્પ્યુટર એન્જિનીયરિંગનો અભ્યાસ કરતા અંકિતભાઈ જેસર દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.

આ તકે OMVVIM કોલેજના ટ્રસ્ટી સુમંતભાઈ, ભવ્યદિપસિંહ તેમજ કોલેજના પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ તેમજ અલગ અલગ ડિપાર્ટમેન્ટના વડા સહિત તમામ લોકોએ અંકિતભાઈ જેસરનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text