મોરબીની સાર્વજનિક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરાઈ 

- text


મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ સંચાલિત સાર્વજનિક કુમાર છાત્રાલયના વંચિત વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

મોરબી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સંયુક્ત ઉપક્રમે સાર્વજનિક કુમાર છાત્રાલયના વંચિત વિદ્યાર્થીઓની ડો.અલ્પેશભાઈ ફેફર દ્વારા આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય ચકાસણી ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ દેવકરણભાઈ આદ્રોજા, કુમાર છાત્રાલયના પ્રમુખ દેવકરણભાઈ કંઝારિયા અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ લા.કેશુભાઈ દેત્રોજા, સેક્રેટરી લા.ટી.સી.ફૂલતરિયા અને લા.નાનજીભાઈ મોરડીયાની હાજરીમાં કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું આરોગ્ય શૈક્ષણિક રીતે સક્ષમ બને તેવી ભાવના સાથે આ આરોગ્ય ચકાસણી કાર્ય કરાયું હતું.

- text

- text