ટંકારાના ભૂત કોટડાના બાળ કિશોરને વાંકાનેર પોલીસે દેશી દારૂની ખેપ મારતા ઝડપી લીધો

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ નજીકથી પોલીસે બાઈક ઉપર દેશી દારૂની ખેપ મારવા નીકળેલા ટંકારા તાલુકાના ભૂતકોતડા ગામના બાળ કિશોરને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

- text

સમાજ માટે લાલબત્તીરૂપ આ કિસ્સાની વિગત જોઈએ તો ટંકારા તાલુકાના ભૂત કોટડા ગામે રહેતો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર બાઈક ઉપર દેશી દારૂ લઈને નીકળતા વાંકાનેર તાલુકા પોલીસે વાલાસણ ગામના ઝાપા પાસેથી ઝડપી લઈ 60 લીટર દેશી દારૂ, બે અલગ અલગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા 4500 તેમજ 10 હજારની કિંમતનું બાઈક મળી 15,700નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.

- text