મોરબીની ઉમા ટાઉનશિપ બહાર ગંદકીના ગંજ ખડકાયા 

- text


મોરબી : મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા ટાઉનશિપ બહાર ગંદકીના સામ્રાજ્યથી રહીશોના નાકે દમ આવી ગયો છે. અસહ્ય ગંદકીના કારણે રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે.

મોરબીમાં સફાઈ મામલે નગરપાલિકાનો પન્નો ટૂંકો પડી રહ્યો છે ત્યારે સામાકાંઠા વિસ્તારમાં આવેલ પોશ ગણાતા ઉમા ટાઉનશિપ વિસ્તારના બહારના ભાગે પ્લાસ્ટિક, કપાયેલ વૃક્ષોની ડાળીઓ, ખાદ્ય ખોરાક સહિતના કચરાનો ઢગલો જોવા મળી રહ્યા છે. આ કચરાના કારણે રખડતાં ઢોર પણ આ કચરો ખાવા અડીંગો જમાવે છે. જેના કારણે રાહદારીઓને અકસ્માતનો ભય ઉભો થયો છે. ગંદકીના કારણે ઉમા ટાઉનશિપના લોકોને અસહ્ય દુર્ગંધનો પણ સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ ગંદકી હટાવવા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં ન આવતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

- text

- text