અખિયાં મિલાકે…..મોરબી જિલ્લામાં આંખ આવવાના કેસમાં વધારો

- text


વાયરલ કન્ઝટીવાઈસીસના ચેપી રોગથી બચવા શું કાળજી લેવી તે વિશે આંખના ડોક્ટરે માર્ગદર્શન આપ્યું

મોરબી : ચોમાસાની ઋતુમાં ભેજયુક્ત વાતાવરણને કારણે અનેક રોગો થતા હોય છે. મેલેરીયા, ડેન્ગયુ જેવા તાવ અને શરદી, ઉધરસના કેસ તો નોંધાતા જ હોય છે પણ હમણાં થોડા દિવસોથી વાયરલ કન્ઝટીવાઈસીસ (જેને આંખ આવવી કે આંખ ઊઠી છે તેમ કહેવામાં આવે છે) ના કેસમાં ખુબ જ વધારો જોવા મળ્યો છે અને મોરબીમાં છેલ્લા દિવસોમાં આ કેસમાં વધારો થતા મોરબીની મહેશ્વરી આંખની હોસ્પિટલના ડો.ચિંતન મહેશ્વરી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

ડો.ચિંતન મહેશ્વરીના જણાવ્યા મુજબ વાયરલ કન્ઝટીવાઈસીસ એ એક ચેપી રોગ છે અને તે એકને થાય તો ચેપગ્રસ્ત વ્યક્તિમાંથી તેના પરિવારના સભ્યો કે મિત્ર વર્તુળોમાં ફેલાય છે. આથી જો આ રોગ કોઈ દર્દીને થાય તો તેને અને તેના પરિવારજનોએ કઈ કઈ પ્રકારની કાળજી લેવી તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, વાયરલ કન્ઝટીવાઈસીસમાંં આંખ લાલ થઈ જાય, આંખમાંથી ચીપળા આવે, પાણી પડે, ઈરીટેશન કે ખટકા આવે છે. આ રોગ ખુબ જ ચેપગ્રસ્ત છે એટલે કે દર્દીમાંથી તેના પરિવારજનો કે મિત્રવર્તુળમાં ફેલાય છે.

- text

ખાસ કરીને આંખ આવેલા દર્દીએ વારંવાર ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવી, આંખને અડવું નહીં પરંતુ ટીશ્યુ પેપરથી સાફ કરવું. હાથને વારંવાર સાબુથી કે સેનેટાઈઝરથી સાફ કરવા, દર્દીએ પોતાના રૂમાલ, નેપકીન, ટોવેલ, ચાવી, પેન, તકીયો તમામ વસ્તુ અલગ રાખવી. સમય રહેતા દર્દીએ પોતાના આંખના ડોક્ટરને બતાવવું. ઈન્ફેકશનથી બચવા આ તમામ પ્રકારની સાવચેતી રાખવી જરૂરી છે.

- text