ચણા મમરાની જેમ અપાયેલા ફટાકડીના લાયસન્સની આડ અસર ! યુવાને જાહેરમાં હવામાં ફાયરિંગ કર્યું

- text


રવાપર રોડ ઉપર સુભાષ સોસાયટીમાં કાર પાર્ક કરી દાદાગીરી કરતા યુવાન સામે પિસ્તોલ તાકી હવામાં ફાયરિંગ

મોરબી : મોરબી જિલ્લામાં ચણા મમરાની જેમ આપવામાં આવેલા હથિયાર લાયસન્સને કારણે અવાર નવાર નજીવા કારણોને લઈ બંદૂક તાકી લેવાના બનાવો બની રહ્યા છે ત્યારે આવા જ એક બનાવમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીમાં કાર પાર્ક કરી અણછાજતું વર્તન કરતા શખ્સ સામે સ્થાનિક યુવાને ભયજનક કારણ વગર હવામાં ફાયરિંગ કરતા આ મામલે ખુદ પોલીસ ફરિયાદી બનીને ગુન્હો દાખલ કર્યો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સુભાષનગર સોસાયટીમાં કાર પાર્ક કરી અભય કુંભારવાડિયા અણછાજતું વર્તન કરતા હોય સ્થાનિક રહેવાસીઓએ એકત્રિત થઈ સોસાયટી સામે નહિ બેસવા જણાવ્યું હતું અને આ સમયે લોકો એકત્રિત થયા હોય હથિયાર લાયસન્સ ધરાવતા આરોપી જતીન રામજીભાઈ વામજા રહે.સુભાષનગર, મૂળ રહે.લજાઈ તા.ટંકારા વાળાએ પોતાના લાયસન્સ વાળા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. આ અંગેની જાણ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ પ્રવિણસિંહ જાડેજાને થતા આરોપી જતીન વામજા વિરુદ્ધ આઇપીસી કલમ 336 તેમજ આર્મ્સ એકટની કલમ 30 મુજબ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

- text