વાંકાનેરમા વોટ્સએપ મેસેજ કરી કૌટુંબિક ભત્રીજાએ કાકાને પતાવી દેવા ધમકી આપી

- text


વાકાનેર : વાંકાનેર બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા આધેડને કૌટુંબિક ભત્રીજાએ જમીનની તકરારમાં વોટ્સએપ ઓડિયો મેસેજ કરી જાનથી મારી નાખવા ધમકી આપતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા શૈલેષભાઇ ડાયાભાઇ ખાંડેખા ઉ.54ને તેમના કચ્છ રાપર તાલુકાના ખાંડેક ગામે રહેતા રામાભાઈ રાજશીભાઈ ખાંડેખાએ વોટ્સએપ મેસેજ કરી જમીનની જૂની તકરારમાં જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે શૈલેશભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text