સવારે 8 થી 10માં મોરબીમાં વધુ અડધો ઇંચ વરસાદ, અન્યત્ર ઝાપટા

- text


મોરબી : મોરબી જિલ્લામાં મધરાત્રેથી ધીગી મેઘસવારી આવી પહોંચી છે અને ગતરાત્રેથી આજે સવાર સુધીમાં સચરાચર મેઘકૃપા વરસી રહી છે. આજે સવારે આઠ વાગ્યા પછી મોરબીમાં મેઘરાજા તૂટી પડ્યા હતા અને મેઘરાજા મન મુકીને તૂટી પડતા ચારેકોર પાણી પાણી થઈ ગયું હતું. મોરબીમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. જિલ્લા કંટ્રોલરૂમના સતાવાર આંકડા મુજબ સવારે 8થી 10 વચ્ચે મોરબીમાં વધુ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે માળીયા, ટંકારા, હળવદ અને વાંકાનેરમાં ઝાપટા પડ્યા હતા.

- text

- text