માળીયા : નાના દહીસરાના ખીમ સાહેબ ડાડાની જગ્યાએ ગુરુપૂર્ણિમાની ઉજવણી 

- text


માળીયા (મી.) : આજરોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર ગુરુપૂર્ણિમાની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે માળિયા (મી.) તાલુકાના નાના દહીસરા ગામે આવેલ ખીમ સાહેબ ડાડાની જગ્યા ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.

આજે ખીમ સાહેબ ડાડાની જગ્યાના મહંત પ્રફુલ દાદા કાપડી તરફથી ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુરુપૂજન બાદ આરતી, ભજન અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગુરુપૂર્ણિમા નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text