હળવદમાં રહેણાંક મકાનમાંથી રૂ. ૪૩ હજારનો દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો

- text


દારૂની કુલ બોટલ નંગ-૫૬ તથા બિયર ટીન નંગ-૨૪૦ કબજે : એકની ધરપકડ

હળવદ : હળવદમાં પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. ૪૩ હજારની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસે બાતમીના આધારે ચોત્રાફળી ખાતે ભેણીના ઢાળે આવેલ દિલીપભાઈ કરશનભાઈ ચાવડા ઉ.વ.૪૦ના રહેણાંક મકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૫૬ તથા બિયર ટીન નંગ-૨૪૦ મળી કુલ કિં.રૂ.૪૩,૧૫૫/- નો મુદ્દામાલ પકડી પાડી આરોપી વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- text

આ કામગીરીમાં પીઆઇ વી.પી.ગોલ, પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ મનજીભાઈ સોલગામાં, પો.કોન્સ દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, પો.કોન્સ બીપીનભાઇ મંગળભાઈ પરમાર, પો.કોન્સ ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ, પો.કોન્સ તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા, પો.કોન્સ. કમલેરાભાઇ રાજુભાઇ પરમાર સહિતના રોકાયેલ હતા.

- text