“તંદુરસ્તી તમારા હાથમાં” મોરબી જિલ્લાના 5000 શિક્ષકોને દિવ્યજીવન સંઘ દ્વારા પુસ્તકની ભેટ

- text


મોરબી : મોરબીના દિવ્ય સંઘ દ્વારા જિલ્લાની તમામ શાળાઓના 5000 જેટલા શિક્ષકોને તંદુરસ્તી તમારા હાથમાં નામનું દળદાર પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું.

હાલના સમયમાં નાની ઉંમરના લોકો માટે હાર્ટ એટેકના અનેક કિસ્સાઓ જોવા મળી રહ્યા છે ત્યારે ભારતની ઋષી પરંપરા એવા નિયમિત રીતે યોગ કરવાથી તન, મન નિરોગી અને પ્રફુલ્લિત રહે છે. તે સમજાવવાના હેતુથી મોરબીની દિવ્ય જીવન સંઘના રવજીભાઈ કાલરીયા દ્વારા જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિકના 5000 જેટલા શિક્ષકોને તંદુરસ્તી તમારા હાથમાં નામનું પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું છે.

શરીર, મન અને પ્રાણને જોડનાર જો કોઈ તત્વ હોય તો એ છે યોગાસન. લોકો યોગાસન સરળતાથી કરી શકે એ માટેનું માર્ગદર્શન આ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. આ પુસ્તિકામાં યોગના ફાયદા, સૂર્યનમસ્કાર, શવાસન, શીર્ષાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, હલાસન, યોગ મુદ્રા તેમજ પ્રાણાયામની સચિત્ર સમજ તેમજ યોગાસનના ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલ મોરબી તાલુકાના શિક્ષકોને પુસ્તક વિતરણ થઈ રહ્યું છે. આગામી દિવસોમાં અન્ય તાલુકામાં આ પુસ્તક વિતરણ કરવામાં આવશે. આ પ્રકારની સુંદર પ્રવૃત્તિ કરવા બદલ તમામ શિક્ષકોએ દિવ્ય જીવન સંઘ તેમજ રવજીભાઈ કાલરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text

- text