પ્રથમ વરસાદે મોરબી નગરપાલિકાની પ્રિમોન્સુનની કામગીરીની પોલ ખોલી : મહેશ રાજ્યગુરુ 

- text


મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ ધારાસભ્ય પણ મોટી મોટી હાંકતા હોવાનો આરોપ લગાવ્યો 

મોરબી : ચોમાસાના પ્રારંભે જ મેઘરાજાએ ગઈકાલે મેઘરાજાએ મોરબીમાં ધુંઆધાર બેટિંગ કરી મુહૂર્તમાં જ ચારેક જેટલો વરસાદ વરસાવતા મોરબી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ છતી થઇ જવા પામી હતી, પ્રથમ વરસાદમાં જ મોરબીમાં ઠેરઠેર પાણી ભરાતા મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને નિશાન ઉપર લઈ ધારાસભ્ય પણ મોટી મોટી હાંકતા હોવાનો આરોપ લગાવ્યો હતો.

જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે ત્યારે કચરા કલેક્શન હોય કે, સીટી બસની સેવા હોય કે પછી છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવાની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે, ગટરના ઉભરાતા પાણીની સમસ્યા હિયવા તમામ સમસ્યા ઉકેલવા માં ભાજપ નુ શાસન હોય કે વહીવટદાર નુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન જ રહેલ છે. આ સંજોગોમાં મોરબી નગરપાલિકા દ્વારા પ્રિ – મોનસુનની કામગીરીમાં કેવી લોલમલોલ કરવામાં આવી તે મોરબીમાં પડેલ પ્રથમ વરસાદમાં જ છતું થયું છે.

- text

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, પ્રથમ વરસાદમાં જ જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા હતા. પ્રજાના ટેક્ષના લાખો રૂપિયાના ખર્ચે પ્રિ-મોનસુનની કામગીરી કરી પણ એ કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામના આવી, પ્રથમ વરસાદમાં જ મોરબીનો લાતી પ્લોટ હોય કે સામાકાંઠાના વિસ્તારો હોય કે છેવાડાના વિસ્તારો હોય તમામ રોડ રસ્તાઓ ઉપર વરસાદ બંધ થઈ ગયા પછી પણ પાણીનો નિકાલ થઈ શકતો ન હતો. મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજાનન સુવિધા આપવાની ગુલબાંગો ફેકે છે પણ પાલિકા પાસાઈથી કામ કરવવાની ઘારાસભ્ય પાસે કોઈ નક્કર નીતિ નથી તેમ પ્રજા માની રહી છે. કારણ કે હજી તો ચોમાસાની શરૂઆત જ છે ત્યા જ જો મોરબીની આવી હાલત હોય તો વધુ વરસાદ આવશે ત્યારે મોરબી શહેર ની કેવી હાલત રહેશે ? તેવા સવાલો અંતમાં ઉઠાવ્યા હતા.

- text