તારાભાઈએ મારા સાથે છોટા હાથી કેમ અથડાવ્યુ કહી યુવાન ઉપર હુમલો 

- text


મોરબીના વાવડીરોડ ઉપર બાપા સીતારામ મઢુલી સામે બનેલી ઘટના 

મોરબી : મોરબી શહેરના વાવડીરોડ ઉપર બાપા સીતારામ મઢુલી સામે નાસ્તો લેવા ગયેલા યુવાન સાથે ઝઘડો કરી તારાભાઈએ મારા સાથે છોટા હાથી કેમ અથડાવ્યુ કહી હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમિયાપાર્કમાં શિવમ સોસાયટીમાં રહેતા દિનેશભાઇ મલાભાઇ નકુમ વાવડીરોડ ઉપર બાપા સીતારામ મઢુલી સામે નાસ્તો લેવા ગયા ત્યારે આરોપી લાભુભાઇ મેઘાભાઇ ગઢવીએ દિનેશભાઇ સાથે ઝઘડો કરી કહ્યું હતું કે, તારાભાઈ જયચંદે મારા બાઈક સાથે કેમ છોટા હાથી અથડાવ્યુ હતું, એમ કહી બેફામ માર મારી ઈજાઓ પહોંચાડતા સીટી એ ડિવિઝન પોલીસ મથક આરોપી લાભુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text