અંતે આફત જખૌના દરિયાકાંઠે ટકરાઇ : વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા શરૂ

- text


5 કલાક મચાવશે ઉત્પાત 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

મોરબી : મહા વિનાશક બિપોરજોય વાવાઝોડું અંતે જખૌના દરિયાકાંઠે ટકરાઈ ગયું છે. બીપરજોય લેન્ડફોલ થતા જ હાલમાં 100 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનું શરૂ થયું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપોરજોય વાવાઝોડું જખૌ બંદરે ટકરાયું છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાત્રે 8 વાગ્યા સુધીમાં વાવાઝોડું જમીન ઉપર આવી જશે. હાલમાં દરિયા કાંઠા વિસ્તારમાં 100 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો છે. વાવાઝોડું 5 કલાક સુધી ઉત્પાત મચાવશે. હવામાન વિભાગે નાગરીકોને પાંચ કલાક ઘરની બહાર ન નીકળવા સુચના આપી છે.

- text

- text